માઈક્રોફાઈનાન્સ લોનની વ્યાખ્યા કોલેટરલ- મુક્ત લોન તરીકે કરવામાં આવે છે, જે રૂ. 3,00,000 સુધીની વાર્ષિક ઘરગથ્થુ આવક ધરાવતા પરિવારને આપવામાં આવે છે. દાખલા તરીકે ઘરગથ્થુ એટલે વ્યક્તિગત પારિવારિક એકમ, જેમ કે, પતિ, પત્ની અને તેમના અવિવાહિત સંતાન.
ઓછી આવકના પરિવારો, એટલે કે, રૂ. 3,00,000 સુધી વાર્ષિક આવક ધરાવતા પરિવારોને અંતિમ ઉપયોગ ગમે તે હોય અને અરજી /પ્રક્રિયા/વિતરણ (પ્રત્યક્ષ અથવા ડિજિટલ માધ્યમ થકી)નું માધ્યમ ગમે તે હોય તો પણ આપવામાં આવતી બધા કોલેટરલ- મુક્ત લોનને માઈક્રોફાઈનાન્સ લોન તરીકે માનવામાં આવે છે.
પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) બોર્ડ મંજૂર નીતિની રેખામાં ઋણદારની આવશ્યકતા અનુસાર માઈક્રોફાઈનાન્સ લોન પર પુનઃચુકવણી સમયગાળાની સાનુકૂળતા પૂરી પાડે છે.
5-10 મહિલા સભ્યોના જૂથ માટે લોન (મહિલા વેપાર સાહસિકો માટે વિશેષ લોન)
સરળ અને આસાન લોન પ્રક્રિયા
ઓછામાં ઓછું દસ્તાવેજીકરણ
24 મહિના સુધી લોનની મુદત
Loan amount From Rs. 10000 to Rs. 60000