Education

નવા આધાર કાર્ડ માટે ઓનલાઈન કઈ રીતે અરજી કરવી?

Planning
19-12-2023
blog-Preview-Image

આધાર 12 આંકડાનો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર ભારતના નાગરિકો દ્વારા તેમના બાયોમેટ્રિક અને જનસાંખ્યિક ડેટાને આધારે પ્રાપ્ત કરી શકાય છે. ધ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) ડેટા ભેગો કરે છે. તે ભારતમાં ગમે ત્યાં ઓળખ અને સરનામાનો પુરાવો તરીકે કામકરે છે. તે ભારતમાં વિવિધ સરકારી અને બિનસરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકની ઓળખ સ્થાપિત કરવાની વિશ્વસનીય અને સંરક્ષિત રીતે માનવામાં આવે છે.

આધાર કાર્ડ ઓનલાઈન અરજી પ્રક્રિયા અત્યંત આસાન છે. આધાર કાર્ડ માટે નોંધણી કરવા ઈચ્છુકો Udiai વેબસાઈટ પર તે કરી શકે છે. આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આશરે 10-15 મિનિટ જ લાગે છે.

આધાર કાર્ડ ધરાવવાનું મહત્ત્વપૂર્ણ શા માટે છે?

આધાર કાર્ડ ધરાવવાના ઘણા બધા લાભો છે, જેમાંથી અમુક નીચે મુજબ છેઃ

  1. તે વ્યક્તિની ઓળખ ઝડપથી કરવામાં મદદ કરે છે: આધાર કાર્ડમાં નાગરિકો વિશે સર્વ જરૂરી માહિતી હોય છે, જેમ કે, નામ, જન્મતારીખ, સરનામું વગેરે. કોઈ પણ આ માહિતીને આસાનીથી પહોંચ મેળવી શકે છે, જેથી તે વ્યક્તિની ઓળખ આસાન બનાવે છે.
  2. તેનાથી સરકારી લાભો મેળવવામાં મદદ થાય છે: ઘણી બધી સરકારી યોજનાઓ, જેમ કે, એલપીજી સબસિડી, મનરેગા વગેરે આધાર કાર્ડ સાથે જોડાયેલા હોય છે. આનો અર્થ વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોય તો આ લાભો લઈ શકે છે.
  3. તે બેન્કિંગ લેણદેણમાં મદદરૂપ થાય છે: આધાર કાર્ડ બેન્ક અકાઉન્ટ ખોલાવવા સમયે અથવા કોઈ પણ અન્ય બેન્કિંગ લેણદેણ કરવા સમયે કેવાયસી (નો યોર કસ્ટમર) દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકાય છે.
  4. તે મોબાઈલ ફોન કનેકશન મેળવવામાં મદદરૂપ થાય છે: ટીઆરએઆઈ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ની નવી માર્ગદર્શિકા અનુસાર એક મોબાઈલ નંબર એક આધાર સાથે જોડવાનું ફરજિયાત છે.  આ નવું સિમકાર્ડ ખરીદી કરવા સમયે અથવા મોજૂદ નંબરનું સિમ વેરિફિકેશન કરવા સમયે 12 આંકડાનો આધાર નંબર પૂરો પાડીને કરી શકાય છે.
  5. તે પાસપોર્ટ મેળવવામાં મદદ કરે છે: વિદેશી બાબતોના મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર આધાર નંબર પાસપોર્ટ સાથે જોડવાનું ફરજિયાત છે. તે નવા પાસપોર્ટ માટે અરજી કરવા સમયે અથવા મોજૂદ પાસપોર્ટના નવીનીકરણ સમયે 12 આંકડાનો આધાર નંબર પૂરો પાડીને કરી શકાય છે.

આમ, આધારકાર્ડ ધરાવવાના ઘણા બધા લાભો જોઈ શકાય છે. તે નાગરિકો અને સરકારને વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની બહેતર અમલબજાવણીમાં મદદ કરે છે.

નવા આધાર કાર્ડ માટે ઓનલાઈન કઈ રીતે અરજી કરવી જોઈએઃ

નવા આધાર કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા આસાન છે. તમારે યુઆઈડીએઆઈની વિધિસર વેબસાઈટની વિઝિટ કરવની રહે છે અને નિમ્નલિખિત પગલાંનું પાલન કરવાનું રહે છે:

  1. https://uidai.gov.in/ પર જાઓ.
  2. ‘Aadhaar Online Services’ ટેબ હેઠળ ‘Enrolment’ સિલેક્ટ કરો.
  3. નવું પેજ ખૂલશે, જ્યાં તમારે નામ, સરનામું, ઈમેઈલ આઈડી, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો એન્ટર કરવાનું આવશ્યક છે.
  4. તમે બધી જરૂરી વિગતો એન્ટર કરતાં જ ‘Submit’ પર ક્લિક કરો.
  5. તમારે ફિંગરપ્રિંટ્સ અને આઈરિસ સ્કેન જેવી બાયોમેટ્રિક્સ વિગતો એન્ટર કરવાનું હવે આવશ્યક છે.
  6. તમે બાયોમેટ્રિક વિગતો પૂરી પાડો તે પછી તમને પહોંચની રસીદ અપાશે.
  7. આ પહોંચની રસીદમાં નોંધણી નંબર રહેશે, જે તમે આધાર કાર્ડની અરજીની સ્થિતિનું પગેરું રાખવા માટે ઉપયોગ કરી શકો છો.
  8. આધાર કાર્ડ અરજીની તારીખથી 60-90 દિવસમાં તમારા નોંધણીકૃત સરનામે મોકલવામાં આવશે.

નવા આધાર કાર્ડ માટે કયા દસ્તાવેજો આવશ્યક છે?

  1. આધાર કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા તમારે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે અમુક દસ્તાવેજો પૂરા પાડવાનું જરૂરી છે. આધાર કાર્ડ માટે આવશ્યક દસ્તાવેજોની યાદી નીચે મુજબ છેઃ
  2. ઓળખનો પુરાવો (પીઓઆઈ) - આમાં તમારો પાસપોર્ટ, પેન કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઈવિંગ લાઈસન્સ વગેરે હોઈ શકે છે.
  3. સરનામાનો પુરાવો (પીઓએ)- આમાં તમારું રેશન કાર્ડ, બેન્ક નિવેદન, યુટિલિટી બિલો વગેરે હોઈ શકે છે.
  4. જન્મતારીખનો પુરાવો- આમાં તમારા જન્મનો દાખલો, 10મા ધોરણની ગુણપત્રિકા, પાસપોર્ટ વગેરે હોઈ શકે છે.
  5. જો તમારી પાસે આમાંથી કોઈ દસ્તાવેજો નહીં હોય તો તમે ગેઝેટેડ ઓફિસર અથવા ગ્રુપ એ ગેઝેટેડ ઓફિસર દ્વારા તમારો ફોટોગ્રાફ યોગ્ય રીતે પ્રમાણિત કરીને લેટરહેડ પર સહી થકી ઓળખની ઘોષણા પૂરી પાડી શકો છો.

આધાર કાર્ડની સ્થિતિ ઓનલાઈન કઈ રીતે તપાસી શકાય?

તમે આધાર કાર્ડ માટે અરજી કરો એટલે અરજીની સ્થિતિ ઓનલાઈન તપાસી શકો છો. નવા આધાર કાર્ડની ઓનલાઈન સ્થિતિ તપાસવા માટે તમારે નિમ્નલિખિત પગલાં અનુસરવાનાં રહેશેઃ

  1. https://uidai.gov.in/ ની વિઝિટ કરો.
  2. ‘Aadhaar Online Services’ ટેબ હેઠળ ‘Enrolment’ સિલેક્ટ કરો.
  3. આગળને પાને ‘Check Enrolment Status’ સેકશન હેઠળ ‘Check Aadhaar Status’ સિલેક્ટ કરો.
  4. તમારે પહોંચની રસીદમાં ઉલ્લેખિત નોંધણી આઈડી અને તારીખ /સમયની મુદ્રા એન્ટર કરવાનું આવશ્યક છે.
  5. બધી આવશ્યક વિગતો એન્ટર કર્યા પછી ‘Check Status’ પર ક્લિક કરો.
  6. આધાર કાર્ડની અરજીની સ્થિતિ સ્ક્રીન પર બતાવવામાં આવશે.

આધાર કાર્ડની ઓનલાઈન અરજી સામાન્ય રીતે પ્રક્રિયા કરવા અને નોંધણીકૃત સરનામે ડિલિવરી કરવા માટે 60-90 દિવસ લાગી શકે છે. જો તમને આ સમયગાળામાં તમારું આધાર કાર્ડ પ્રાપ્ત નહીં થાય તો તમે આધાર કાર્ડ ફરીથી મુદ્રિત કરવા માટે પહોંચ રસીદ સાથે નજીકના નોંધણી કેન્દ્રની મુલાકાત લઈ શકો છો.

નવું ઈ-આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કઈ રીતે કરી શકાશે?

જો તમે ઈ-આધાર કાર્ડની કોપી ડાઉનલોડ કરવા માગતા હોય તો તમે નિમ્નલિખિત પગલાં અનુસરીને તે કરી શકો છોઃ

  1. https://uidai.gov.in/ ની વિઝિટ કરો.
  2. ‘Aadhaar Online Services’ ટેબ હેઠળ ‘Enrolment’ સિલેક્ટ કરો.
  3. આગામી  પાના પર ‘Get Aadhaar’ સેકશન હેઠળ ‘Download Aadhaar’ સિલેક્ટ કરો.
  4. તમારે પહોંચ રસીદમાં ઉલ્લેખિત નોંધણી આઈડી અને તારીખ /સમયની મુદ્રા એન્ટર કરવાનું આવશ્યક છે.
  5. બધી આવશ્યક વિગતો એન્ટર કર્યા પછી ‘Check Status' પર ક્લિક કરો.
  6. નવા આધાર કાર્ડની ઓનલાઈન અરજીની સ્થિતિ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  7. તમે હવે ઈ-આધાર કાર્ડની કોપી ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકો છો.

અત્રે એ નોંધવાનું મહત્ત્વપૂર્ણ છે કે ઈ-આધાર કાર્ડની કોપી ડાઉનલોડ કરવા માટે તમારી પાસે કાર્યરત મોબાઈલ નંબર હોવો જરૂરી છે. ડાઉનલોડ ઓથેન્ટિકેટકરવા માટે આ નંબર પર ઓટીપી (વન-ટાઈમ પાસવર્ડ) મોકલવામાં આવશે.

તારણ

આધાર 12 આંકડાનો અજોડ ઓળખ નંબર છે, જે ભારતના નાગરિકો પ્રાપ્ત કરી શકે છે. તે ઓળખ અને સરનામાના પુરાવાનું કામ કરે છે અને સરકારી સેવાઓ મેળવવા, બેન્ક ખાતું ખોલાવવા જેવા વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરી શકે છે. કોઈ પણ તેમની નજીકના નોંધણી કેન્દ્રમાં જઈને અથવા વેબસાઈટનો ઉપયોગ કરીને ઓનલાઈન આધાર કાર્ડ માટે અરજી કરી શકે છે.

જો તમને આવી પ્રક્રિયાઓ વિશે વધુ માર્ગદર્શન અને સહાય જોઈતી હોય તો પિરામલ ફાઈનાન્સની વિઝિટ કરો. આ ઓનલાઈન મંચ નાણાકીય દુનિયાની સુસંગત પ્રગતિ, પ્રક્રિયાઓ અને પ્રોડક્ટો વિશે તમને જાણવું જરૂરી બધું જ તમને શીખશે. નાણાકીય બાબતો વિશે અથવા personal loans, ક્રેડિટ કાર્ડસ અને નાણાકીય વ્યવસ્થાપન વિશે વધુ માહિતી માટે તેમની વેબસાઈટ પર બ્લોગ્સ જુઓ!

;