How To?

આધાર સાથે પેન કાર્ડ જોડવાની સંપૂર્ણ માર્ગદર્શિકા

Personal Finance
19-12-2023
blog-Preview-Image

આવકવેરા વિભાગ પાસેથી વટહુકમ અનુસાર આવકવેરાના અહેવાલો નોંધાવવા માટે આધાર કાર્ડ સાથે પેન કાર્ડ જોડવાનું આવશ્યક છે. જોકે કર વિભાગ પેન અને આધાર જોડવામાં નહીં આવ્યો હોય તો આવકવેરા રિટર્નની પ્રક્રિયા નહીં કરશે. જોકે આ જોડ્યા વિના આવકવેરા રિટર્ન ભરી શકાય છે.

જો તમે રૂ. 50,000 અથવા વધુની બેન્કિંગ લેણદેણ કરો તો આધાર સાથે તમારો પેન જોડવાનું જરૂરી છે. જવાબદાર નાગરિક તરીકે આવકવેરા રિટર્ન નોંધાવવા અને અન્ય લાભો પ્રાપ્ત કરવા આધાર સાથે પેન કાર્ડ જોડવાનું મહત્ત્વપૂર્ણ પગલું છે.

આધાર સાથે પેન જોડવા માટે આખર તારીખ

સરકારે આધાર અને પર્મનન્ટ અકાઉન્ટ નંબર્સ (પેન) જોડવા માટે આખર તારીખ 31 માર્ચ, 2023 સુધી વધારી છે. અગાઉ છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 હતી. જોકે લોકો 31 માર્ચ, 2022 સુધી તેમનો પેન અને આધાર જોડવામાં નિષ્ફળ ગયા હોય તો દંડ કરવામાં આવશે.

જો પેન અને આધાર 1લી એપ્રિલ, 2022 અને 30મી જૂન, 2022 વચ્ચે જોડવામાં નહીં આવ્યા હોય તો રૂ. 500નો દંડ કરાશે. જો આધાર અને પેન 1લી જુલાઈ, 2022ના રોજ જોડવામાં આવ્યો હોય તો રૂ. 1000નો દંડ કરાશે. આવકવેરા વિભાગે કરદાતાઓને તેમના આધાર કાર્ડને પેન કાર્ડ સાથે જોડવા માટે બે વિકલ્પ આપ્યા છે, જે નીચે મુજબ છેઃ

  1. આવકવેરા રિટર્ન્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટ થકી.
  2. 56161 અથવા 567678 પર SMS મોકલીને.

આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઈટ થકી આધાર સાથે પેન કાર્ડ કઈ રીતે જોડી શકાય? 

જો તમે આઈટીની વેબસાઈટ થકી ઓનલાઈન તમારો આધાર પેન કાર્ડ સાથે જોડવા માગતા હોય તો તમારે જૂજ આસાન પગલાં અનુસરવાં પડશે. ઓનલાઈન પ્રક્રિયા ઝંઝટમુક્ત છે અને ભરપૂર સમય બચાવે છે, જેથી નીચે મુજબ જોડવાની પ્રક્રિયાનું પાલન કરોઃ 

પગલું 1: આધાર કાર્ડ સાથે પેન કાર્ડ જોડવા માટે વિઝિટ કરો વિધિસર Income Tax Site 

પગલું 2: "Quick Links" પર જાઓ અને "Link Aadhaar" ચૂંટો. 

પગલું 3: તમારો પેન નંબર, આધાર નંબર, આધાર પર દેખાય તે અનુસાર નામ અને મોબાઈલ નંબર જેવી માહિતી એન્ટર કરો. જો આધાર કાર્ડમાં ફક્ત જન્મતારીખ હોય તો ખાનામાં નિશાન કરો અને તમારા આધારની માહિતી વેરિફાઈડ કરવા તમારી સંમતિ હોય તો ચોરસ ખાનામાં નિશાન કરો. આ પછી "Link Aadhar" સિલેક્ટ કરો. 

પગલું: ફોર્મ પૂર્ણ કરવા માટે captcha code ટાઈપ કરો (દ્રષ્ટિની સમસ્યા હોય તેઓ captcha codeની જગ્યાએ ઓટીપી માટે વિનંતી કરી શકે છે). 

એસએમએસની વિશિષ્ટતાનો ઉપયોગ કરીને આધાર સાથે પેન કાર્ડ કઈ રીતે જોડી શકાય 

તમે આધાર સાથે પેન જોડવા એસએમએસ વિશિષ્ટતાનો ઉપયોગ કરી શકો છો. નીચે મુજબ પગલાં અનુસરવાનાં રહેશેઃ 

પગલું 1: તમારા મોબાઈલ ડિવાઈસ પર તમારો UIDPAN (12- આંકડાનો આધાર- 10 આંકડાનો પેન) એન્ટર કરો.

પગલું 2: આધાર કાર્ડ સાથે પેન કાર્ડ સફળતાથી જોડવા પર 567678 અથવા 56161 પર મોકલો.

પેન અને આધાર સફળતાથી જોડવામાં સુધારણા કરવાની પ્રક્રિયા 

પાન અને આધાર જોડવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે મોટા ભાગના લોકો બે દસ્તાવેજ વચ્ચે માહિતીમાં સુમેળ નહીં સધાવાની સમસ્યા વારંવાર ભોગવતા હોય છે. જો મહત્ત્વપૂર્ણ માહિતી, જેમ કે, નામ, જન્મતારીખ, જન્મનું વર્ષ બે દસ્તાવેજ વચ્ચે સુમેળ નહીં સાધે તો જોડવામાં સમસ્યા બની શકે છે.

આધારમાં સુધારણા કરવાની સૌથી આસાન રીત આ સંબંધમાં માહિતી અપડેટ કરવાની છે, જેથી તે સુમેળ સાધે. નામ, જન્મતારીખ, સરનામું, લિંગ, મોબાઈલ ફોન નંબર અને ભાષા તમારા આધાર કાર્ડ પર બદલી શકાય છે. તમારે કોઈ પણ અન્ય સુધારણા કરવા માટે નજીકનાં આધાર નોંધણી કેન્દ્ર અથવા અપડેટ કેન્દ્રમાં જવાનું આવશ્યક રહેશે. 

વેબસાઈટનો ઉપયોગ કરીને આધાર કાર્ડમાં સુધારણા કરવા માટે વિવિધ પગલાં નીચે મુજબ છેઃ

  1. વિધિસર UIDAI વેબસાઈટની વિઝિટ કરો.
  2. તમારું અકાઉન્ટ એક્સેસ કરવા 12 આંકડાનો આધાર નંબર અને captcha code એન્ટર કરો.
  3. "OTP" વિકલ્પ સિલેક્ટ કરવાનો રહેશે. આ પછી OTP સાથે નોંધણીકૃત નંબર પૂરો પાડવામાં આવે છે.
  4. OTP એન્ટર કર્યા પછી સબમિટ બટન દબાવો.
  5. અપડેટ કરવાનું આવશ્યક છે તે આધાર કાર્ડનાં ખાનાં પસંદ કરો.
  6. સમર્થક દસ્તાવેજો સ્કેન કરીને હાથવગા રાખો, કારણ કે તે અપલોડ કરવાનું આવશ્યક છે.
  7. અગાઉનો તબક્કો પૂરો થયા પછી URN (અપડેટ રિક્વેસ્ટ નંબર) ઊપજાવવામાં આવે છે. ત્યાર પછીની પ્રક્રિયા માટે આ જરૂરી છે.
  8. આધાર નવી માહિતી સાથે અપડેટ કરવામાં આવતાં હાર્ડ કોપી પ્રાપ્ત કરી શકાશે. 

ઓફફલાઈન પદ્ધતિથી સુધારણા કરવા માટે નીચે મુજબ પગલાં લઈ શકાશેઃ

  1. UIDAI વેબસાઈટની વિઝિટ કરો, રિસોર્સીસ પર ક્લિક કરો અને ત્યાર પછી એન્રોલમેન્ટ ડોક્સ સિલેક્ટ કરો અને ત્યાર પછી આધાર કરેકશન ફોર્મ ડાઉનલોડ કરો.

  2. ફેરફાર કરવાનું જરૂરી માહિતી પૂર્ણ કરો.
  3. કોઈ પણ ફેરફાર કરવા હોય તે માટે યોગ્ય સમર્થક દસ્તાવેજો હોવા આવશ્યક છે.
  4. સુધારેલું ફોર્મ નિમ્નલિખિત સરનામે ફોર્વર્ડ કરવું: UIDAI, પોસ્ટ બોક્સ નં. 99, બંજારા હિલ્સ, હૈદરાબાદ, ભારત 500034.

જો પેન કાર્ડમાં સુધારણા જરૂરી હોય તો તમારે નિમ્નલિખિત પગલાં અનુસરવાનાં રહેશેઃ

  1. પેન કાર્ડમાં સુધારણા કરવા Protean eGov Technologies Limited વેબસાઈટની વિઝિટ કરો.
  2. ડ્રોપ-ડાઉન મેનુમાંથી "Change or Correction in PAN Card" સિલેક્ટ કરો.
  3. નવા પેજ પર "Apply for Change or Correction in PAN Card Details" પર ક્લિક કરો. જરૂરી માહિતી પૂર્ણ કરો.
  4. ઉલ્લેખિત કોઈ પણ ઓનલાઈન પદ્ધતિનો ઉપયોગ કરીને અરજી કરવા માટે પેમેન્ટ કરો.

  5. આ પછી તમારે પ્રોટીન ઈગવ ટેકનોલોજીઝ લિમિટેડની ઓફિસમાં મેઈલ કરવા પૂર્વે પહોંચ મુદ્રણ કરી લેવી જોઈએ. અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો, જેમ કે, ઓળખ, સરનામું અને જન્મતારીખના પુરાવા મેઈલ કરવાની ખાતરી રાખો. તમારે પહોંચને નિમ્નલિખિત સરનામે મેઈલ કરવાનું રહેશેઃ
    • ધ ઈન્કમ ટેક્સ પેન સર્વિસીસ લિમિટેડ (પ્રોટીન ઈગવ ટેકનોલોજીઝ લિમિટેડ દ્વારા વ્યવસ્થાપન), 5મો માળ, મંત્રી સ્ટર્લિંગ, પ્લોટ નં. 341, સર્વે નં. 997 / 8, મોડેલ કોલોની, ડીપ બંગલો ચોક નજીક, પુણે- 411 016.

તારણ 

આધાર સાથે પેન કાર્ડ જોડવું કોઈ પણ પેનલ્ટી વિના ભવિષ્યમાં આવકવેરા રિટર્ન્સ ભરવા માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. તમારે આધાર કાર્ડ સાથે પેન કાર્ડ  જોડવા માટે ઓનલાઈન અથવા ઓફફલાઈન પદ્ધતિનું પાલન કરવાનું આવશ્યક છે, કારણ કે તેનાથી કર નોંધાવવાની અને અન્ય નોંધપાત્ર માહિતીની સમરાઝ્ડ વિગતો તમને પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. તમારે માટે આવકવેરો ભરવાનું પણ તુલનાત્મક રીતે આસાન બને છે, કારણ કે વેબસાઈટ આપોઆપ આધાર કાર્ડમાંથી આવશ્યક વિગતો ઉપાડી લે છે. પિરામલ તમારી અન્ય નાણાં સંબંધી મૂંઝવણોમાં પણ તમને માર્ગદર્શન કરવા તત્પર છે. તેમની વેબસાઈટ પર વધુ બ્લોગ્સ વાંચો અથવા તેમની નાણાકીય યોજનાઓ અને સેવાઓ, જેમ કે,  personal loans, ક્રેડિટ કાર્ડસ અને ફાઈનાન્શિયલ કેલ્ક્યુલેટર્સ જુઓ.

;